મોરબી જિલ્લાના નવી મતદાર યાદી સામે રજૂ થયેલ 2583 ફોર્મ 7ની ખરાઈ કરાશેઅનેક અરજીઓ પાછી ખેંચી લેવાઈ, વાંકનેરમાં સૌથી વધુ 1595 નામ કમી કરવા અરજીમોરબી : સ્પેશિયલ ઈન્ટેનસીવ રિવિઝન હેઠળ મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા બાદ તૈયાર થયેલી મતદાર યાદી સામે રાજ્યભરમાંથી સત્તાધારી પક્ષના અગ્રણીઓ દ્વારા મોટા પ્રમાણમાં વાંધા રજૂ કરવા ફોર્મ નંબર 7 રજૂ કરવાના આવ્યા હતા.જો કે, કોઈપણ કારણોસર હવે આવી અરજી ઘટી જતાં હવે મોરબી જિલ્લામાં માત્ર 2583 અરજીઓ જ રહેતા તંત્ર દ્વારા આ અરજીના આધારે નોટિસ મોકલી પુરાવા માંગવામાં આવશે.અચાનક જ ફોર્મ નંબર 7 ઘટી ગયા મોરબી જિલ્લામાં SIR બાદ તૈયાર કરેલી નવી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ હક્કદાવા રજૂ કરવાની મુદત દરમિયાન નામ ઉમેરવા માટે 11,704 ફોર્મ 6 રજૂ થયા હતા. સાથે જ જિલ્લામાં 10,291 નામ કમી કરવા માટે ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા હતા.જો કે, મોટા પ્રમાણમાં મતદારોના નામ કમી કરવા થોકબંધ અરજીઓ મામલે રાજ્યભરમાં હોબાળો જાગ્યો હતો પરિણામે મોરબી જિલ્લામાં અચાનક જ ફોર્મ નંબર 7 ઘટીને 2583 થઈ ગયા હતા.વાંકાનેર બેઠકમાં સૌથી વધુ ફોર્મ 7 રજૂ થયા મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ જિલ્લામાં હાલ કુલ 2583 ફોર્મ 7 બાકી રહ્યા છે. જેમાં મોરબી બેઠકમાં 513, ટંકારા બેઠકમાં 475 અને વાંકાનેર બેઠકમાં 1595 ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા હોય હવે ચૂંટણીતંત્ર ફોર્મ 7 રજૂ કરનારને પુરાવા આપવા નોટિસ આપશે.સાથે જ જે મતદાર સામે વાંધા રજૂ થયા હોય તેમને પણ પુરાવા રજૂ કરવાં માટે નોટિસ આપવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.