પેન્ડિંગ કેસોના સમાધાન માટે અરજદારોને મળશે તકમોરબી : મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે આગામી તારીખ ૧૪ માર્ચ, ૨૦૨૬ના રોજ જિલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં કોર્ટમાં ચાલતા જુદા-જુદા પેન્ડિંગ કેસોનો નિકાલ લાવવા માટે પક્ષકારોને સુવર્ણ તક મળશે.આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ કેસો તેમજ પ્રિ-લિટિગેશન (કોર્ટમાં કેસ દાખલ થયા પહેલાના) કેસોમાં સમાધાનકારી વલણ અપનાવીને સુખદ નિકાલ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.એ. પારેખ સાહેબે તમામ પક્ષકારો, જવાબદાર અધિકારીઓ અને સંસ્થાઓને આ નેશનલ લોક અદાલતનો લાભ લઈ કેસોનો ઝડપી નિકાલ લાવવા અનુરોધ કર્યો છે.કયા પ્રકારના કેસોનો નિકાલ થશે?● કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા સમાધાનલાયક ફોજદારી કેસો● નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબના ચેક બાઉન્સના કેસો● બેંકના લેણાં અંગેના કેસો અને મોટર અકસ્માત વળતરના ક્લેમ કેસો● મજૂર અદાલતના વિવાદો તથા લગ્નવિષયક કેસો● સમાધાનપાત્ર હોય તેવા વીજળી અને પાણીના બિલના કેસો● જમીન સંપાદનના કેસો તથા નોકરી (પગાર/નિવૃત્તિ) સંબંધિત સર્વિસ મેટરના કેસો● મકાન માલિક અને ભાડૂઆત વચ્ચેના દીવાની દાવાઓ, મનાઈ હુકમના દાવાઓ અને સુખાધિકારના દાવાઓ