ગેરકાયદે નળ કનેક્શન કાયદેસર કરાવવા 10 હજારથી લઈને 189000 સુધીનો ચાર્જ ચુકવવો પડશેનવા નળ કનેક્શન માટે 4500 થી લઈને 61000 રૂપિયા સુધીનો ચાર્જ ચુકવવો પડશેમોરબી : મોરબી નગરપાલિકા અને આજુબાજુની 9 ગ્રામ પંચાયતોના વીલીનીકરણ બાદ અસ્તિત્વમાં આવેલી મોરબી મહાનગરપાલિકા દ્વારા પાણીના કનેક્શનને લઈને એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 1993 પછી પ્રથમ વખત નવા નળ કનેક્શન, રોડ કટિંગ અને ડિપોઝિટના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા બિનઅધિકૃત (ગેરકાયદેસર) નળ કનેક્શનને અધિકૃત કરવા અને નવા કનેક્શન આપવા માટે નવી પદ્ધતિ અને ચાર્જ અમલમાં મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાણી વેરાના દરોમાં અગાઉ વધારો કરાયો હતો પરંતુ કનેક્શન ચાર્જ, રોડ ખોદાણ અને ડિપોઝિટના ચાર્જમાં 1993 પછી કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. હવેથી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી નીચે મુજબના નવા ભાવ વસૂલવામાં આવશે.નવા નળ કનેક્શન માટેના ચાર્જનળ કનેક્શન માટે ત્રણ પ્રકારના ચાર્જ લાગુ પડશે. જેમાં રસ્તા ખોદાણ ચાર્જ, કનેક્શન ચાર્જ અને ડિપોઝીટનો સમાવેશ કરાયો છે.1. રહેણાક 15 મીમી (1/2') - કુલ ચાર્જ રૂ. 45002. રહેણાક 25 મીમી (1')- કુલ ચાર્જ રૂ. 80003. રહેણાક 50 મીમી (2')- કુલ ચાર્જ રૂ. 310004. બિનરહેણાક 15 મીમી (1/2')- કુલ ચાર્જ રૂ. 80005. બિનરહેણાક 25 મીમી (1')- કુલ ચાર્જ રૂ. 160006. બિનરહેણાક 50 મીમી (2')- કુલ ચાર્જ રૂ. 61000ગેરકાયદેસર નળ કનેક્શન કાયદેસર કરવા માટેના ચાર્જવોટર વર્ક્સના સ્ટાફ દ્વારા ચેકિંગ દરમિયાન જો કોઈ બિનઅધિકૃત નળ કનેક્શન જણાય, તો તેને કાપી નાખવામાં આવશે અને નીચે મુજબની રકમ વસૂલ કરીને જ કાયદેસર કરવામાં આવશે.1. રહેણાક 15 મીમી (1/2') - કુલ ચાર્જ રૂ. 100002. રહેણાક 25 મીમી (1')- કુલ ચાર્જ રૂ. 300003. રહેણાક 50 મીમી (2')- કુલ ચાર્જ રૂ. 700004. બિનરહેણાક 15 મીમી (1/2')- કુલ ચાર્જ રૂ. 315005. બિનરહેણાક 25 મીમી (1')- કુલ ચાર્જ રૂ. 850006. બિનરહેણાક 50 મીમી (2')- કુલ ચાર્જ રૂ. 189000હાલના ડ્રેનેજ વેરાના દરકનેક્શનનો પ્રકાર વેરાની રકમરહેણાક રૂ. 350બિન રહેણાક રૂ. 900ગેરકાયદેસર ભુગર્ભ કનેક્શન કાયદેસર કરવા માટેનો ચાર્જમોરબી શહેરની વ્યવસ્થાને સુદ્રઢ કરવાના ભાગરૂપે હાલમાં બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શનનું સઘન ચેકિંગ ડ્રેનેજ શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે અને બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શન જણાયે કનેક્શન કપાતની કાર્યવાહી કરવામાં આવે છે. પકડાયેલ બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શન રેગ્યુલાઈઝ કરવા નીચે મુજબ વહીવટી ચાર્જ વસુલવામાં આવશે.1. રહેણાક- રૂ. 69002. બિનરહેણાક- રૂ. 8500આમ ગેરકાયદેસર નળ કનેક્શન કાયદેસર કરવા માટેના રહેણાક માટે 10 હજારથી લઈને 70000 સુધીનો ચાર્જ ચુકવવો પડશે. બીન રહેણાકમાં 31500 થી લઈને 189000 સુધીનો ચાર્જ ચુકવવો પડશે.