CGWBના અધિકારીઓએ ઉદ્યોગકારોને આપી મહત્વની જાણકારીમોરબી: મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આજરોજ તારીખ ૦૭/૦૨/૨૦૨૬ના રોજ એસોસિએશન હોલ ખાતે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB), WCR - અમદાવાદના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં CGWBના પ્રાદેશિક નિયામક ડૉ. રતિકાંત નાયક, સાયન્ટિસ્ટ શ્રી બિસ્વરૂપ મહાપાત્ર, સાયન્ટિસ્ટ સદ્દામ હુસૈન અને STA પ્રબોધ કુમાર કુશ્વાહા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેશન દરમિયાન અધિકારીઓએ સિરામિક ઉદ્યોગકારોને ગ્રાઉન્ડ વોટર પરમિશન અને NOC પ્રક્રિયા સહિતના વિવિધ ટેકનિકલ મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.વિશેષમાં, ઉદ્યોગકારોને મૂંઝવતા પ્રશ્નો જેવા કે ગ્રાઉન્ડ વોટરનો વપરાશ ન કરતા હોવા છતાં જો શો-કોઝ નોટિસ મળી હોય તો તેને રદ કરવા માટે પોર્ટલ પર ડેટા ભરવાની પ્રક્રિયા, ગ્રાઉન્ડ વોટર માટે નવી NOC મેળવવાની રીત તેમજ જો NOC પેન્ડિંગ હોય તો આગળની કાર્યવાહી શું કરવી તે અંગે ઓનલાઈન પોર્ટલના માધ્યમથી સ્પષ્ટ સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે એસોસિએશનના હોદ્દેદારોએ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશનને સફળ બનાવવા માટે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.