ટંકારા : આર્ય સમાજના સ્થાપક અને મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારા ખાતે 'બોધોત્સવ' પર્વની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજે ભવ્ય રાત્રિ પ્રકાશિત (ડે-નાઈટ) વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ - ટંકારા દ્વારા સંચાલિત આ ટુર્નામેન્ટ તા.7 ફેબ્રુઆરીને શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે ગુરૂકુલના રમતગમત ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં કુલ 12 જેટલી નામાંકિત ટીમો ભાગ લઈ રહી છે. રમતની ઉત્તેજના વધારવા માટે આયોજન મુજબ, વિજેતા ટીમો સેમીફાઈનલમાં પ્રવેશશે અને ત્યારબાદ અંતિમ ફાઈનલ મુકાબલો રમાશે.આયોજક સમિતિ દ્વારા ટંકારા અને આસપાસના વિસ્તારની રમતપ્રેમી જનતાને આ રોમાંચક રમત નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટના માધ્યમથી યુવાનોમાં ખેલદિલીની ભાવના વધે અને ઋષિ બોધોત્સવની ઉજવણીમાં ખેલ-કૂદનો ઉત્સાહ ઉમેરાય તેવો ઉમદા હેતુ રાખવામાં આવ્યો છે. તેમ યાદીમાં જણાવાયું છે.