તાલુકા પોલીસે દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય યુવાન અને મદદગારી કરનાર મહિલાની ધરપકડ કરીમોરબી : મોરબી તાલુકાના એક ગામમાં 11 વર્ષની દીકરીનું એક શખ્સે અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. તાલુકા પોલીસે દુષ્કર્મ આચરનાર અને તેની મદદગારી કરનાર મહિલા આરોપી સામે ગુનો નોંધી તેમને પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અજય નરશીભાઈ ભખોડિયા (ઉ.વ.20) નામના શખ્સે 11 બાળકીનું અપહરણ કર્યું હતું. બાદમાં તેને દુષ્કર્મ પણ આચર્યું હતું. ભોગ બનનાર બાળકીએ સમગ્ર ઘટનાની જાણ પોતાની બહેનને કરતાં પરિવારમાં હડકંપ મચી ગયો હતો. આ મામલે બાળકીની બહેન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી અજય ભખોડિયા તેમજ મદદગારી કરનાર અન્ય મહિલા આરોપી મીનાક્ષીબેન ઉર્ફે મનિષાબેન અનિલભાઈ વાલેરા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્ય આરોપીની ઉંમર અંદાજે 20 વર્ષની છે હાલ બન્ને આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.