મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 6 ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ 568 ક્વિન્ટલ એટલે કે 2840 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1565 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 76 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. મગફળીના સૌથી ઉંચા ભાવ 1480 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 559, તલના 1716 જીરુંના 4370, જુવારના 1029, રાયડાના 1221, તુવેરના 1572, ચણાના 1050, એરંડાના 1130, કાળા તલના 4000 અને સોયાબીનના 1105 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 900, ગુવારના 2000, ભીંડાના 900, ટમેટાના 340, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 300, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 સુધીના બોલાયા હતા.