મોરબી મહાનગરપાલિકા દ્વારા વાંચન પ્રેમીઓ માટે મણીમંદિર પાસે રાણી બાગ ખાતે ભવ્ય પુસ્તક પ્રદર્શનનું આયોજનમોરબી: શહેરી વિકાસ વર્ષ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા વાંચન પ્રેમીઓ માટે એક ભવ્ય ‘પુસ્તકોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ૭ ફેબ્રુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી સવારે ૧૦:૦૦થી રાત્રીના ૯.૦૦ વાગ્યા સુધી આ પુસ્તક મહોત્સવ યોજશે. જેનું વિધિવત ઉદ્ઘાટન ૭ તારીખે સવારે ૧૦.૦૦ વાગ્યે કરવામાં આવશે. મુખ્ય આકર્ષણો:આ પુસ્તકોત્સવમાં વિવિધ વિષયોના ૧૧,૦૦૦ થી વધુ પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ રહેશે, જેમાં મુખ્યત્વે:- નર્મદા પબ્લિકેશન: બાળ સાહિત્ય, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સાહિત્યના ૪૦૦૦ પુસ્તકો. - ગૂર્જર સાહિત્ય પ્રકાશન: ગુજરાતી સાહિત્ય, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, નવલકથાઓ અને બાળ સાહિત્યના ૨૦૦૦ પુસ્તકો. - અખિલ વિશ્વ સાહિત્ય પરિવાર: ધાર્મિક અને હિન્દી સાહિત્યના ૩૦૦૦ પુસ્તકો. - મોરબી મહાનગરપાલિકા (MMC): ગ્રંથમાળા, ઐતિહાસિક પુસ્તકો અને ભારતના મહાન નેતાઓની માહિતી આપતા ૨૦૦૦ પુસ્તકો. - વિશેષ આકર્ષણ: પુસ્તકોની સાથે નિરાલી પ્રજાપતિનું વિશેષ આર્ટ એક્ઝિબિશન પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉદઘાટન કાર્યક્રમની વિગત:તારીખ: ૦૭/૦૨/૨૦૨૬ સમય: સવારે ૧૦:૦૦ કલાકે સ્થળ: રાણી બાગ, મોરબી મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ સાહિત્ય રસિકો અને વિદ્યાર્થીઓને આ જ્ઞાનના ઉત્સવમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.