મોરબી: મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી 8 ફેબ્રુઆરી, 2026 ને રવિવારના રોજ નવરંગ નેચરલ ક્લબ દ્વારા રાહત ભાવે પ્રાકૃતિક ચીજવસ્તુઓના વેચાણના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે.આ મેળામાં વિવિધ પ્રકારના ઇનડોર અને આઉટડોર પ્લાન્ટ્સ, કંપોસ્ટ ખાતર, અગરબત્તી, શુદ્ધ મધ, ગાયનું ઘી, ગોળ અને ઓર્ગેનિક ખાંડ જેવી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, આયુર્વેદિક ઓસડીયા-દવાઓ, હાથ બનાવટના સાબુ તેમજ માટીના વાસણો જેવા કે તાવડી, કુંડા અને બરણીઓનું વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવશે. દર મહિનાના બીજા રવિવારે આ મુજબની ‘ખેડૂત હાટ’નું આયોજન કરવામાં આવે છે. તેમજ પર્યાવરણની જાળવણીના ભાગરૂપે મુલાકાતીઓને પોતાની સાથે કાપડની થેલી લઈને આવવા જણાવાયુ છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ વી.ડી. બાલા 9427563898 અને લવજીભાઈ પ્રજાપતિ 9925369465 નો સંપર્ક કરી કરવો.