મોરબી : જાન્યુઆરી–2026માં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સ્તરના સિરામિક ઉદ્યોગના મહાપ્રદર્શન ઇન્ડિયન સિરામિક એશિયા- 2026 દરમિયાન મોરબીના ફેસ ઈમ્પૅક્સ પ્રા. લી. દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી હતી.વધતા પ્રદૂષણ અને પર્યાવરણીય અસંતુલનને ધ્યાનમાં રાખી કંપનીએ “મારી કાલ માટે આજે એક વૃક્ષ” નામના સંદેશ સાથે વિશેષ વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું. 105 વૃક્ષો વાવવામાં આવશેઆ પહેલ અંતર્ગત કંપનીએ જાહેરાત કરી કે કંપનીના દરેક ગ્રાહકના નામે એક વૃક્ષ રોપવામાં આવશે, જેથી ઉદ્યોગ વિકાસ સાથે પર્યાવરણની જાળવણીમાં પણ સક્રિય ફાળો મળી રહે. આ કંપનીના સ્ટોલમાં પ્રદર્શન દરમ્યાન 105 જેટલા મુલાકાતીઓ આવ્યા હતા અને કંપનીએ નક્કી કર્યું હતું કે જેટલા લોકો મુલાકાતે આવશે તેટલા વૃક્ષ વાવશે. જેથી કંપની દ્વારા મોરબી-રાજકોટ વચ્ચેના રોડ પર કંપનીના સહયોગથી સદભાવના ગ્રુપ દ્વારા 105 વૃક્ષ વાવવામાં આવશે.ભવિષ્ય માં પણ આ અભિયાન ચાલુ રહેશેઆ અભિયાનને સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી સહયોગ પ્રાપ્ત થયો, જે સમાજ અને ઉદ્યોગ વચ્ચેના સકારાત્મક સહકારનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રવૃત્તિ દ્વારા સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા બંનેને પ્રોત્સાહન મળ્યું. ફેસ ઈમ્પૅક્સ પ્રા. લી.એ આ પહેલને માત્ર એક પ્રદર્શન પૂરતી સીમિત ન રાખતા, ભવિષ્યમાં યોજાતા દરેક પ્રદર્શનમાં આ જ વિચારને અમલમાં મૂકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. કંપનીનું માનવું છે કે ઉદ્યોગ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ એકબીજાના પૂરક છે.