મોરબી: ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમીનો પારો ઉંચકાતા અને ઠંડી ગાયબ થતા લોકોએ ઉનાળાના વહેલા આગમનનો અહેસાસ કર્યો છે. જોકે, મોરબી સહિત સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન વિશ્લેષક રમેશભાઈ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) ની આગાહી મુજબ, આગામી 8 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે.તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થશેહાલ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ રહ્યું છે, જેના કારણે ઠંડીનો અહેસાસ નહિવત થઈ ગયો છે. પરંતુ રમેશભાઈની આગાહી મુજબ:- તારીખ 8 થી 11 ફેબ્રુઆરી: તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે.- મોરબી, હળવદ અને વાંકાનેર: આ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ગગડીને 15 ડિગ્રી આસપાસ પહોંચી જશે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે.ઝાકળ વર્ષાની શક્યતા અને પવનની દિશાઆગાહી મુજબ વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને પવનની દિશામાં નીચે મુજબ ફેરફાર જોવા મળશે:- પવન: આગામી બે દિવસ પવન ઉત્તર-પૂર્વનો રહેશે, પરંતુ 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન પવન પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમનો ફૂંકાશે.- ઝાકળ (Fog): પવનના બદલાતા મિજાજને કારણે 9 ફેબ્રુઆરીએ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માં ઝાકળ જોવા મળશે. જ્યારે 10 અને 11 ફેબ્રુઆરીએ મોરબી અને રાજકોટ વિસ્તારમાં પણ ભારે ઝાકળ પડવાની શક્યતા વધુ છે.- આકાશ: આગાહીના દિવસો દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે, પરંતુ વહેલી સવારે ભેજનું પ્રમાણ વધુ રહેશે.માવઠાની કોઈ ચિંતા નથીમોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની કોઈ શક્યતા નથી, જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. 12 ફેબ્રુઆરીથી ફરીથી તાપમાનમાં વધારો થતા ઠંડી ધીમે-ધીમે વિદાય લેશે.અહેવાલ: રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)