મોરબી : મોરબીના ભટ્ટ પરિવાર દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે ડો. હસ્તલેખા મહેતાના 218માં મેડિકલ કેમ્પનું આયોજન મોરબીની પીએમશ્રી માધાપરવાડી કુમાર શાળા ખાતે કરાયું હતું. જેમાં શાળાના બાળકોના આરોગ્યની તપાસ કરી આપવામાં આવી હતી.મહત્વનું છે કે, રુદ્ર દર્શનભાઈ ભટ્ટ અને તેમના માતા પિતા દ્વારા સતત સાત વર્ષથી જન્મદિનની રકમ જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી દવા વિતરણમાં વાપરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. રુદ્ર તથા તેમના માતા-પિતા રુચિતાબેન તથા દર્શનભાઈ ભટ્ટ જન્મદિવસ તથા લગ્ન દિવસની છેલ્લા 7 વરસથી આ રીતે દાન કરીને પ્રેરણાદાયી ઉજવણી કરી રહ્યા છે. તથા હંમેશા દાન કરતા રહેવાનો સંકલ્પ કરી ચુક્યા છે. આ કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયા અને તેમના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કેમ્પ સહાયક રશ્મિનભાઈ દેસાઈ, જસવંતીબેન ચાવડા, રુચિતા ભટ્ટે દાતા તેમજ કેમ્પ સહાયક તરીકે સેવા આપી હતી.