ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો વાંકાનેર: વાંકાનેર વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરતા એક મહત્વપૂર્ણ લેવાયો છે. વાંકાનેર-કુવાડવા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતો અને પ્રયત્નોને સફળતા મળી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા વાંકાનેર બાયપાસ રોડ પર હયાત બ્રિજની બાજુમાં જ એક નવા ટુ-લેન વિથ ફૂટપાથ બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.આ નવો બ્રિજ અંદાજિત 55 કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવશે. ટેકનિકલ વિગતો મુજબ, આ પ્રોજેક્ટમાં 14 બા. અને 24 સી.ટુ સી. સાથે કુલ 10.50 મીટરની પહોળાઈ ધરાવતા બ્રિજનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટની મંજૂરી મળતા જ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. જીતુભાઈ સોમાણીએ આ લોકઉપયોગી કાર્ય માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.