સર્કિટ હાઉસ રોડ, સિરામિક સીટી, આલાપ અને વાઘપરામાં પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેરમાં સર્કિટ હાઉસ રોડ, સિરામિક સીટી, આલાપ અને વાઘપરામાં સીટી એ અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ ચાર દરોડા પાડી ચાર શખ્સોને વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે વાઘપરા શેરી નંબર 10માં દરોડો પાડી આરોપી ભરત સુરેશભાઈ સોનાગરાને વિદેશી દારૂની નાની મોટી 8 બોટલ કિંમત રૂપિયા 1440 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસે આલાપ રોડના નાલા પાસેથી આરોપી હિતેશ પ્રેમજીભાઈ અઘારા રહે.જલારામ સોસાયટી, રવાપર રોડ વાળાને બિયરના 2 ટીન કિંમત રૂપિયા 240 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બી ડિવિઝન પોલીસે ત્રીજા દરોડામાં સીરામિક સીટી મેઈન રોડ પરથી આરોપી કુલદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા રહે.પંચાસર વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 3100 સાથે ઝડપી લઈ ચોથા દરોડામાં સર્કિટ હાઉસ રોડ પરથી વિદેશી દારૂની 180 મીલી માપની પાંચ બોટલ કિંમત રૂપિયા 1375 સાથે આરોપી દિનેશ સોમાભાઈ પુરબીયાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.