રવાપર ચોકડી કે બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનોએ ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈને દલવાડી સર્કલ કે પંચાસર/વાવડી ચોકડી તરફ જવાનું રહેશે.મોરબી : મોરબીના બાયપાસ રોડ પર ટ્રાફિક સમસ્યા નિવારવા કલેકટર દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં બાયપાસ પાસે દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ સુધીનો રોડ વન વે જાહેર કર્યો છે વન-વે રૂટ : ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફનો માર્ગ હવે વન-વે રહેશેવૈકલ્પિક રૂટ : રવાપર ચોકડી કે બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનોએ ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈને દલવાડી સર્કલ કે પંચાસર/વાવડી ચોકડી તરફ જવાનું રહેશે.જાહેરનામાનો સમયગાળો : આ નિયમ સવારના ૦૭:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.સમય મર્યાદા : આ જાહેરનામું 30 એપ્રિલ ૨૦૨૬ સુધી અમલી રહેશે.ઉલ્લેખનીય છે કે દોઢ મહિનાથી જિલ્લા પોલીસવડા મુકેશ પટેલ દ્વારા શહેરમાં પ્રવેશવા માટેના બાયપાસ રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 ભારે વાહનોને રાજકોટ બાજુ વિરપર પાસે અને આ તરફ ધરમપુર પાસે ભારે વાહનો ઉભા રાખવામાં આવી રહ્યા છે. જેનાથી ટ્રાફિક સમસ્યા થોડી હળવી બની છે