વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર નજીક ગાત્રાળનગર પાસેથી પોલીસે જીજે - 36 - એચ - 6861 નંબરનું શંકાસ્પદ બાઈક લઈને પસાર થતા આરોપી મનસુખભાઇ છગનભાઇ સારદીયા ઉ.33 રહે.નવા કણકોટ વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂના 20 ચપલા કિંમત રૂપિયા 2000 મળી આવતા 20 હજારનું બાઈક અને 2 હજારનો દારૂ મળી 22,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં દારૂનો આ જથ્થો યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા રહે.અગાભી પીપળીયા વાળા પાસેથી ખરીદ કર્યો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી યોગીરાજસિંહને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હતી.