મોરબી: મોરબીમાં સામાજિક સેવાના ઉમદા હેતુ સાથે સ્વ. કાંતિલાલ સવજીભાઈ જેઠલોજાની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ બેંક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કેમ્પના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓની સહાય માટે રક્ત એકત્રિત કરવામાં આવશે.આ રક્તદાન કેમ્પ આગામી 05/02/2026, ગુરુવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાક દરમિયાન યોજાશે. આ કાર્યક્રમ નવદીપ કાંતિલાલ જેઠલોજાના સૌજન્યથી મોરબીના નંદનવન પાર્ક, રામકો બંગલોની પાછળ, ઓપેરા સ્ક્વેર - 801 ખાતે રાખવામાં આવ્યો છે. આયોજકો દ્વારા જાહેર જનતાને આ સેવાયજ્ઞમાં જોડાઈને રક્તદાન કરવા જણાવાયું છે.