મોરબીનો સિરામિક ઉદ્યોગ અમેરિકામાં વર્ષે અંદાજીત 1600 કરોડથી વધુ ટાઇલ્સની કરતો હતો, હવે ટેરીફ 18 ટકા થતા નિકાસ ફરી પહેલા જેટલી તથા તેનાથી વધવાની શકયતામોરબી : ભારતે યુરોપીયન યુનિયન પછી હવે અમેરિકા સાથે પણ ટ્રેડ ડીલ કરવામાં સફળતા મેળવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કર્યા બાદ યુએસ-ભારત ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. તેના કારણે ભારત પર લાદવામાં આવેલો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે રશિયન ઓઇલ ખરીદી પરનો ૨૫ ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થશે. આમ કુલ ૫૦ ટકાના બદલે હવે ફક્ત ૧૮ ટકા જ ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર અમેરિકામાં અન્ય જે દેશો પાસેથી સિરામિક પ્રોડક્ટ આયાત કરે છે. તેની સાપેક્ષે ભારત ઉપર વધુ ટેરિફ લગાવામાં આવ્યો હોવાથી ત્યાંની માર્કેટમાં ટકી રહેવું હવે મુશ્કેલ બન્યું હતું. આ ટેરીફની જાહેરાત થતા વેંત જ અમેરિકાના આયતકારો દ્વારા ઓર્ડર ધડાધડ કેન્સલ કરવામાં આવ્યા હતા ઉપરાંત શિપમેન્ટ પણ રોકી દેવાયા હતા. બાદમાં થોડા સમય બાદ વેપારે થોડી ગતિ પકડી હતી.મોરબીનો સિરામિક ઉદ્યોગ દર વર્ષે અમેરિકામાં અંદાજે રૂ.1600 કરોડની ટાઇલ્સની નિકાસ કરે છે. તેવામાં ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરીફ લાગુ કરવાનો બૉમ્બ ફોડતા સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. જો કે હવે આ ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવતા સિરામિક ઉદ્યોગે રાહત અનુભવી છે.આ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું કે અમેરિકા દ્વારા ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. જેનાથી સિરામિક ઉદ્યોગને ફાયદો થશે. નિકાસ ફરી પહેલા જેટલી તથા તેનાથી વધુ થવાની અપેક્ષા છે. ટેરીફ રેટ વીએતનામ, પાકિસ્તાન અને ચીનથી નીચા છે. જેથી તેનો સીધો ફાયદો ભારતના ઉદ્યોગને થશે. નિકાસ વધશે તો નવા ઉદ્યોગો અને નવા રોકાણ તેમજ નવી રોજગારી પણ ઉભી થશે.કેપેક્સિલના સિરામિક પેનલના ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે ટેરીફ ઘટાડાથી સિરામિક ઉદ્યોગને ફાયદો થશે. ટેરીફને કારણે વેપાર ઓછો થઈ ગયો હતો. 20 ટકાના ગ્રોથ સાથે યુએસ સાથેનું એકસપોર્ટ પાછું ગતિ પકડશે. આટલી ડ્યુટી હોવા છતાં ત્યાં માલ વેચાતો હતો. હવે માલ ઘટાડવાને બદલે ભાવ વધારીને એકસપોર્ટ કરવું જોઈએ તેવી ઉદ્યોગકારોને અપીલ છે.અમેરિકા ટાઇલ્સની કુલ આયાતમાંથી 10 ટકા જેટલી આયાત ભારતમાંથી કરે છેમોરબીના સિરામિક ઉદ્યોગો વર્ષે અંદાજે રૂ. 1600 કરોડની ટાઇલ્સ અમેરિકામાં નિકાસ કરે છે. અમેરિકાની ટાઇલ્સની કુલ નિકાસ રૂ.17 હજાર કરોડ છે. આમ અમેરિકા તેની ટાઇલ્સની કુલ આયતમાંથી 9.50થી 10 ટકા જેટલી ટાઇલ્સ ભારતમાંથી આયાત કરે છે. ટાઇલ્સ બનાવતા અન્ય દેશો ઉપર કેટલો ટેરીફ ?હાલમાં અમેરિકા દ્વારા જે રીતે જુદા જુદા દેશ પર ટેરિફના નવા દર લાગુ કરવામાં આવી રહ્યા છે એમાં જો ખાસ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હોય એવા દેશની વાત કરીએ તો ભારત પર 18 ટકા ટેરીફ લાગુ કરવાની જાહેરાત થઈ છે. જ્યારે તુર્કી ઉપર 10 ટકા, ઈટાલી અને સ્ટેન ઉપર 15 ટકા અને વિયેતનામ ઉપર 20 ટકા ટેરિફ લાગુ છે.