મોરબી: મોરબી જિલ્લાના બરવાળા ગામના નિવાસી સ્વ. વસંતભાઈ ગંગારામભાઈ દેલવાણીયાનું તારીખ 31/01/2026, શનિવારના રોજ અવસાન થયું છે. દિવંગત આત્માની શાંતિ માટે દેલવાણીયા પરિવાર દ્વારા આગામી તારીખ 05-02-2026, ગુરુવારના રોજ રાત્રે 09:30 કલાકે ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંતવાણીના જાણીતા કલાકાર મથુરભાઈ કણજારીયા પોતાની પ્રસ્તુતિ આપશે અને બેન્જો માસ્તર તરીકે પ્રવીણભાઈ કરમશીભાઈ સાથ આપશે. બરવાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પધારવા દેલવાણીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.