મોરબી : મોરબી શહેરના નાગરિકો માટે 'તત્સત નેચર ક્યોર એન્ડ રિસર્ચ સેન્ટર' દ્વારા ખાસ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તારીખ 05/02/2026 ને ગુરુવારના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી, દુકાન નંબર - 407, ચોથો માળ, ગોલ્ડન માર્કેટ, રવાપર તલાબની બાજુમાં, મોરબી ખાતે યોજાશે. આ કેમ્પ ખાસ કરીને પેટને લગતી વિવિધ સમસ્યાઓથી પીડાતા લોકો માટે રાખવામાં આવ્યો છે.આ કેમ્પમાં ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત, પેટમાં દુખાવો કે ફુલાવો, ભૂખ ન લાગવી, પેટમાં બળતરા, ખાટા ઓડકાર, ભોજન પછી પેટમાં દુખાવો, ભારેપણું જેવી તકલીફોનું નિદાન કરવામાં આવશે. તેમજ જરૂરિયાત મુજબ દર્દીઓને દવા પણ લખી આપવામાં આવશે. ત્યારે પેટની સમસ્યાઓથી પરેશાન દર્દીઓને આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે 88588 40140 પર સંપર્ક કરવા જણાવાયું છે.