સરસ્વતી સોસાયટી અને માધાપરમાં પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે કાર્યવાહીમાં માધાપર અને સરસ્વતી સોસાયટી નજીકથી બે શખ્સને વિદેશી દારૂની નાની મોટી 12 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે માધાપર શેરી નંબર2માંથી આરોપી ચિરાગ જગદીશભાઈ ગાંધીને એક્ટિવા મોટર સાયકલમાં વિદેશી દારૂના 4 ચપલા કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ એક લાખનું એક્ટિવા સહિત 1,01,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરસ્વતી સોસાયટીમાં દરોડો પાડી આરોપી અરમાન ઉર્ફે ભાણો ઇકબાલભાઈ જૂણેજા રહે.ભરતનગર મફતિયા પરા વાળાને વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 9000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.