માળિયા (મિયાણા): માળિયા (મિયાણા) નગરપાલિકા વિસ્તારની મુખ્ય બજારમાં દૈનિક સાફ-સફાઈના અભાવે કચરાના ગંજ ખડકાયા છે, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકીથી પરેશાન શાકભાજીના વેપારીઓ તેમજ ચાની લારી ધારકો કંટાળીને પોતાના ધંધાના સ્થળની આસપાસ જાતે જ સફાઈ કરવા મજબૂર બન્યા છે. ત્યારે વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.