મોરબી: મોરબીમાં આજે તારીખ 2 ફેબ્રુઆરી 2026 ના રોજ પીપળી રોડ પર આવેલ શિવ પાર્ક-2 ખાતે રહેતો યુવક હસમુખ મૂછડિયા ઘરેથી કામ પર જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થયેલ છે. મળતી માહિતી મુજબ યુવકના પિતા ચંદુભાઈ અર્જુનભાઈ મુછડીયા દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે કે, તેમનો દીકરો સવારે 7:30 થી 7:45 વાગ્યે કામ પર જવા ઘરેથી નીકળ્યો હતો. પરંતુ કામના સ્થળે ન પહોંચતા ફરિયાદીના બનેવીએ ઘરે ફોન કરીને પૂછતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આસપાસના વિસ્તારોમાં તેમજ શહેરમાં શોધખોળ કર્યા બાદ યુવકની ભાળ ન મળતા પિતા દ્વારા અરજી નોંધાવવામાં આવી છે. જે કોઈને આ અંગે કોઈ માહિતી મળે તો મોબાઈલ નંબર 9979032788, અથવા 99135 50931 પર સંપર્ક કરવા જણાવાયું છે.