મોરબી : માળીયા મિયાણા ગામે ચોરીના મોબાઈલ વેચવા આવેલ તસ્કર ઝડપાયા બાદ માળીયા પોલીસે પીપળીયા ચાર રસ્તા નજીક કામધેનુ ગોલ્ડ કોમ્પ્લેક્સના મોબાઇલની દુકાન ધરાવતા ફરિયાદી અર્જુનભાઇ સેવાભાઈ ખાંભલાની દુકાનની બારી તોડી તસ્કર રૂ.50 હજારના નવ મોબાઈલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.