મોરબી: સામાજિક જવાબદારીના ભાગરૂપે મોરબીના નવા જાંબુડીયા સ્થિત નીલકોર બાથ એલ.એલ.પી. દ્વારા 'સંસ્કાર બ્લડ સેન્ટર'ના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 101 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.આ આયોજનને સફળ બનાવવા માટે રાજેશભાઈ કડીવાર, અનંતભાઈ કડીવાર, ચિરાગભાઈ કડીવાર, મીતભાઈ કડીવાર તેમજ પાર્થભાઈ પાડલીયા, મૌલિકભાઈ પાડલીયા અને સ્મિતભાઈ દેત્રોજા સહિત નીલકોર બાથના તમામ યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી. રક્તદાનની સાથે-સાથે અહીં વિશેષ રૂપે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700 જેટલા કારીગરો, રક્તદાતાઓ અને સ્નેહીજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કાર્યક્રમના અંતે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ નીલકોર બાથ પરિવાર અને તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.