સ્ટોલ માટે રસ ધરાવતા સ્થાનિકો, કારીગરો અને ઉત્પાદકે પાલિકા ખાતે અરજી કરવા અનુરોધટંકારા : રાજ્ય સરકાર દ્વારા “શહેરી વિકાસ વર્ષ” તરીકે ઉજવવાના ભાગરૂપે અને વડાપ્રધાનની ‘લોકલ ફોર વોકલ’, ‘મેક ઈન ઈન્ડિયા’ તથા આત્મનિર્ભર ભારતની વિભાવનાને વેગ આપવા માટે આર.સી.એમ રાજકોટના આઈ.એ.એસ મહેશ જાનીની અધ્યક્ષતામાં ટંકારા નગરપાલિકા દ્વારા ભવ્ય ‘સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો આગામી તારીખ 8 ફેબ્રુઆરી 2026થી 15 ફેબ્રુઆરી 2026 સુધી લતીપર ચોકડી નજીક આર્ય નગરના ખુણે યોજાશે. ઘર ઘર સ્વદેશી અભિયાનને મળશે વેગમેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો, સ્વ-સહાય જૂથ (SHG)ની બહેનો, સ્થાનિક ઉત્પાદકો અને કળા સર્જકોને પ્લેટફોર્મ પૂરું પાડીને તેમની કળા અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે જ નાગરિકોમાં સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યે જાગૃતિ ફેલાવી હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાનને મજબૂત કરવાનો છે.મેળાના મુખ્ય આકર્ષણમેળાના મુખ્ય આકર્ષણોમાં વિવિધ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે ક્રાફ્ટ મેળો અને શોપિંગ ક્લસ્ટર સ્થાનિક કલાકૃતિઓ, હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ ફૂડ કોર્ટ સ્વાદિષ્ટ અને સ્વદેશી વાનગીઓનો આનંદ માણવા માટે ખાસ વિસ્તાર. કલ્ચરલ કોર્નર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત, નૃત્ય અને કલા ઉત્સવો. એક્ટિવિટી અને ચિલ્ડ્રન પ્લે એરિયા બાળકો માટે મનોરંજન અને રમત-ગમતની પ્રવૃત્તિઓ પૂરી પાડશે. સ્ટોલ માટે અરજીઓ મંગાવાઈ સ્ટોલ માટે રસ ધરાવતા સ્થાનિક લોકો, કારીગરો અને ઉત્પાદકોએ લેખિત અરજી ટંકારા નગરપાલિકા કાર્યાલયમાં તાત્કાલિક આપવાની રહેશે. આ મેળા દ્વારા સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે અને ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં ટંકારાના નાગરિકો સહભાગી બની શકશે. ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ ટંકારાના તમામ શહેરીજનોને આ ભવ્ય સ્વદેશી મેળાની મુલાકાત લેવા તથા સ્થાનિક કારીગરોને સ્ટોલ મેળવીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ભાગ ભજવવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. આ મેળો ટંકારા શહેરમાં સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.