મોરબી: કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટ સંચાલિત મોરબી વૃદ્ધાશ્રમ ખાતે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આશ્રમના તમામ વડીલોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પર્વ નિમિત્તે માવતરો માટે સંગીત ખુરશી અને હાઉસી જેવી વિવિધ રમતોનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં વિજેતા થયેલા વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્ટર્નશીપ અર્થે આવેલી વિદ્યાર્થીનીઓના સુચારૂ વ્યવસ્થાપન હેઠળ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી વૃદ્ધાશ્રમનું વાતાવરણ આનંદમય અને રાષ્ટ્રપ્રેમથી તરબતર બની ગયું હતું.