મોરબી: ન્યાયિક ક્ષેત્રે કાર્યરત ધારાશાસ્ત્રીઓ વચ્ચે પરસ્પર સંવાદ અને પ્રોત્સાહન વધે તેવા ઉમદા હેતુ સાથે મોરબી જિલ્લા સરકારી વકીલ વિજય જાની દ્વારા ગઈકાલે, ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ક્લબ 36 ખાતે એક ભવ્ય અને સુંદર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય જાનીના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ન્યાયિક જગતના માંધાતાઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો એકમંચ પર જોવા મળ્યા હતા.વરિષ્ઠોનું સન્માન અને અનુભવોનું ભાથુંઆ કાર્યક્રમની વિશેષતા એ રહી કે તેમાં વિજય જાની દ્વારા જિલ્લાના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠોના બહુમૂલ્ય અનુભવોને બિરદાવીને નવી પેઢીના વકીલો માટે પ્રેરણા સ્ત્રોત પૂરો પાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.સન્માનની સરવાણી: નિષ્ઠાવાન વકીલોનું બહુમાનકાર્યક્રમ દરમિયાન માત્ર વરિષ્ઠો જ નહીં, પરંતુ જિલ્લામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સરકારી વકીલોનું પણ વિષેશ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેજસ્વી કારકિર્દી ધરાવતા ગોલ્ડ મેડાલિસ્ટ વકીલો. અને ખાસ જિલ્લા બાર એસોસિએશનની નવી ટીમનું પણ આયોજક વિજય જાની દ્વારા વિશેષ સન્માન કરાયું હતું.જ્યારે સામે પક્ષે, આટલા સુંદર આયોજન બદલ ઉપસ્થિતો દ્વારા વિજય જાનીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિઆ સ્નેહમિલન સમારોહમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી:પી.ડી. શ્રીવાસ્તવ (જિલ્લા જજ)મુકેશકુમાર પટેલ (જિલ્લા પોલીસ વડા - SP)જે.જે. પટેલ (બાર કાઉન્સિલ ઓફ ગુજરાત)કે.આર. પંડ્યા (અધિક જિલ્લા જજ)દિલીપ અગેચણિયા (પ્રમુખ, મોરબી બાર એસોસિએશન)આ ઉપરાંત મોરબી અને રાજકોટના સરકારી વકીલો, DYSP તેમજ વિવિધ પોલીસ સ્ટેશનના PI સહિતના ન્યાયિક અને પોલીસ વિભાગના અધિકારીઓ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન જિલ્લા સરકારી વકીલ વિજય જાનીની આગવી સૂઝબૂઝ અને મહેનતને કારણે અત્યંત સફળ અને યાદગાર રહ્યું હતું.