તેરા તુજકો અર્પણ અંતર્ગત ભોગ બનેલાને મુદ્દામાલ પરત કરાયોમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત 22 લોકોના ખોવાયેલ મોબાઈલ સીઈઆઇઆર પોર્ટલનો ઉપયોગ કરી શોધી કાઢી રૂ.4,13,089ની કિંમતના મોબાઇલ ફોન પરત કર્યા હતા.સાથે જ હનીટ્રેપ કેસમાં મોરબીના આધેડને ફસાવી પડાવી લેવામાં આવેલ સોનાના ત્રણ બિસ્કિટ કિંમત રૂપિયા 52,50,000 ઉપરાંત અન્ય એક કિસ્સામાં રૂ.6 લાખની કિંમતનું સોનાનું પેડલ સહિત કુલ રૂ.62,63,089નો મુદ્દામાલ અરજદારોને બોલાવી પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાર્થક કર્યું હતું.