ટંકારા : રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના વિરપર નજીક ગત તા.24 જાન્યુઆરીના રોજ વહેલી સવારે જીજે - 20 - સીબી - 7777 નંબરની ક્રેટા કારના ચાલકે જીજે - 03 - એડબ્લ્યુ - 0246 નંબરની રીક્ષાને હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં રીક્ષા ચાલક જયંતીભાઈ નરસીભાઈ ખાણધર રહે.વજેપર મોરબી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતકના પત્ની માલતીબેન દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.