મોરબી: મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કેબલ નાખવાની કામગીરી તેમજ મેન્ટેનન્સના હેતુથી આવતીકાલે તારીખ 01/02/2026 ને, રવિવાર ના રોજ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં કોસ્મો જેજીવાય ફીડર સવારે 08:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી બંધ રહેશે. જે હેઠળના વિસ્તારો ઇન્દિરા નગર, ધર્મ મંગલ સોસાયટી, શિવ પાર્ક, સત્યમ પાર્ક, શીતળા માં વિસ્તાર, ઉમા વિલેજ સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજકાપ રહેશે. આ ઉપરાંત 11 કેવી ટેલીકોમ ફીડર સવારે 09:30 થી બપોરે 03:30 વાગ્યા સુધી બંધ રહેશે. જે હેઠળના વિવિધ વિસ્તારો ભક્તિનગર શેરી નં. 1, 2, 3 અને ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, શક્તિ પ્લોટ, ઓમ શાંતિ વિદ્યાલય, સરદારબાગ અને એપલ હોસ્પિટલની આસપાસનો વિસ્તાર, તેમજ શનાળા રોડ, મહેશ હોટલની આસપાસનો વિસ્તાર, સત્યમ પાનવાળી શેરી તથા ક્રિષ્ના હોસ્પિટલ વિસ્તારોમા વીજકાપ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.