હળવદ: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આગામી તારીખ 5 ફેબ્રુઆરી 2026, ગુરુવારના રોજ 'શ્રી જીવા વાળા મેલડી માતાજી'ના સાનિધ્યમાં ભવ્ય નવચંડી હવન તથા નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌરીબાના મઢ ખાતે યોજાનારા આ ધાર્મિક મહોત્સવમાં માં મેલડી યુવા ગ્રુપ દ્વારા ભક્તિસભર કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.કાર્યક્રમની વિગત મુજબ, સવારે 07:00 કલાકે નવરંગો માંડવો અને સવારે 08:00 કલાકે નવચંડી હવનનો પ્રારંભ થશે. બપોરે 11:30 કલાકે રબારી સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. ત્યારબાદ સાંજે 04:00 કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવશે. રાત્રિના 09:00 કલાકે ભવ્ય ડાક-ડમરુના કાર્યક્રમ સાથે માંડવાની રમઝટ જામશે, જ્યારે તારીખ 6 ફેબ્રુઆરીના રોજ સવારે માંડવો વધાવવામાં આવશે.આ પ્રસંગે આશીર્વચન પાઠવવા માટે મુખ્ય મહેમાન તરીકે 1008 મહામંડલેશ્વર ભાવેશ બાપુ (ઉદાસી આશ્રમ, પાટડી) ખાસ ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક ઉત્સવમાં વિવિધ મઢના ભુવાઓ પણ હાજરી આપશે.