માળિયા (મિયાણા): મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ માળિયા મિયાણા પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવાની કામગીરી કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીમાં કુલ 6 મોબાઈલ ફોન રીકવર કરી તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. ટેકનિકલ મોનિટરિંગ દ્વારા સફળતામાળિયા મિયાણા પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ રાજદિપસિંહ ઝાલા દ્વારા ભારત સરકારના 'CEIR' (Central Equipment Identity Register) પોર્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરી સતત ટેકનિકલ મોનિટરિંગ રાખ્યા બાદ પોલીસ દ્વારા વિવિધ કંપનીના મોબાઈલ ફોન ટ્રેક કરવામાં આવ્યા હતા. રૂ. 1,37,998/- કિંમતના ફોન પરત કરાયાપોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત આશરે રૂ. 1.37 લાખની કિંમતના મોબાઈલ ફોન અરજદારોને પરત કરવામાં આવ્યા છે. શોધી કાઢવામાં આવેલા મોબાઈલની વિગત નીચે મુજબ છે: Oppo Reno 14 Pro: કિંમત રૂ. 49,999/- Oppo F29: કિંમત રૂ. 30,000/- Vivo T2X: કિંમત રૂ. 17,000/- Realme: કિંમત રૂ. 13,999/- Oppo A3X: કિંમત રૂ. 13,500/- Vivo V29 E: કિંમત રૂ. 13,500/-