હળવદ: હળવદ ખાતે આજે મોઢ વણિક સમાજ દ્વારા સમગ્ર મોઢ સમાજના કુળદેવી શ્રી માતંગી માતાજીના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે હળવદ તાલુકાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ભટ્ટ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીના ચંદીપાઠનું પઠન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આરતી કરવામાં આવી હતી. પાટોત્સવના પાવન અવસરે ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં, આ આયોજનમાં આર્થિક સહયોગ આપનાર તમામ દાતાઓનો મોઢ વણિક સમાજ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોઢ બ્રાહ્મણ સમાજના સભ્યોએ પણ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.