મોરબી : મોરબી શહેરની અવની ચોકડી પાસે આવેલ ઉમાપાર્ક સોસાયટીમાં સિયારામ હાઇટ્સમાં રહેતા ધનગૌરીબેન ચંદુલાલ ધૂમલિયા ઉ.66 નામના વૃધ્ધા ગઈકાલે છઠ્ઠા માળે કપડાં સુકવતા હતા ત્યારે નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.