મોરબી : વિશ્વકર્મા જયંતી પ્રસંગે મોરબીમાં વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી વિશ્વકર્મા બાગ વીરપર મોરબીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 75 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં નરેશભાઈ જાદવાણી, ગીરીશભાઈ બદ્રકિયા, સુનિલભાઈ મેમદાવાદિયા, ધર્મેન્દ્રભાઈ વડગામા, જગદીશભાઈ ખારેચા, મેહુલભાઈ ધાંગધરીયા, અને વિશ્વકર્મા સોશિયલ ગ્રુપના યુવાનોએ સહકાર આપ્યો હતો. આ પ્રસંગે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રક્તદાતાઓને શુભેચ્છા પાઠવી હતી. રક્તદાન કેમ્પ સાથે તેજસ્વી તારલા અને દાતાઓનું સન્માન, ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ, વિશ્વકર્મા પરિવારના યુવાનોનો આભાર માન્યો હતો.