મોરબી : મોરબી જિલ્લાના ફીક્સ પગાર પર કાર્યરત શિક્ષકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને હકારાત્મક એવા એક કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ–3 (નો.ક.) સરકારી કર્મચારી મંડળ મોરબી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી–મોરબીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત નિયમિત પગાર હુકમ વિતરણ કાર્યક્રમનું આયોજન મીટીંગ હોલ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી–મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી મોરબી કે.એમ.મોતા, મોરબી જિલ્લા સંઘ પ્રમુખ મેહુલભાઈ દેથરીયા, મહામંત્રી હર્ષદભાઈ બોડા, શિક્ષણ નિરીક્ષક ધર્મિષ્ઠાબેન કડિવાર, હિતેશભાઈ સરડવા, વહીવટી અધિકારી બ્રિજેશભાઈ તેમજ ઓફિસના તમામ ક્લાર્ક અને AEI હાજર રહ્યાં હતા.કાર્યક્રમ દરમિયાન કુલ 29 શિક્ષકોને નિયમિત પગારના ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ અધિકારીઓ, શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, ક્લાર્ક તથા વર્ગ–4ના કર્મચારીઓનું સન્માન કરીને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.કાર્યક્રમ બાદ સૌ ઉપસ્થિત મહેમાનો, અધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષકો સાથે સમૂહ ભોજન કર્યુ હતું. જેના કારણે પરસ્પર સ્નેહ, સહકાર અને સમન્વયની ભાવના વધુ મજબૂત બની હતી.