મોરબી : આવતીકાલે તારીખ 31 જાન્યુઆરી ને શનિવારના રોજ જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં 66 કેવી બેલા સબ સ્ટેશનમાંથી 11 કેવી સ્માઈલ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. તેથી આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.