વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારનો માસૂમ બાળક કેનાલ નજીક રમતો હતો ત્યારે રમતા રમતા બાળક કેનાલમાં પડી જતા કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં મામદહુસેન જલાલભાઈ મોમીનની વાડીએ રહી ખેતમજૂરી કરતા મહેન્દ્રભાઈ સંઘાળીયા નામના શ્રમિકનો સાડા ત્રણ વર્ષનો પુત્ર લવરાજ કેનાલ નજીક રમતો હતો ત્યારે સાંજના સમયે રમતા રમતા કેનાલના પાણીમાં પડી જતા માસૂમ બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.