લીલાપર કેનાલ રોડ પર ત્રણ ત્રણ કલાકથી હાઈ - લો વોલ્ટેજ છતાં કંમ્પ્લેઇન સોલ્વ ન થઈમોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ સુદર્શન સોસાયટીમાં છેલ્લા ત્રણથી ચાર કલાકથી પીજીવીસીએલના પાપે સ્થાનિક રહેવાસીઓ હેરાનગતિનો ભોગ બન્યા છે. અહીં સાંજથી લાઈટ આવન જાવન સાથે હાઈ - લો વોલ્ટેજ થતા હોય લબકારા - ઝબકારાથી વીજ ઉપકરણો બળી જવાની લોકોને ચિંતા સતાવી રહી છે.લીલાપર કેનાલ રોડ પર સુદર્શન સોસાયટીમાં સાંજના સાતેક વાગ્યાથી લો વોલ્ટેજ અને હાઇ વોલ્ટેજની સમસ્યાથી સતત લાઈટ આવન જાવન કરતી હોય સ્થાનિકો દ્વારા વીજતંત્રને કંમ્પ્લેઇન કરવા છતાં ત્રણ કલાક બાદ પણ સમસ્યા ઉકેલાઈ ન હતી. લોકોએ જણાવ્યું હતું કે, આ પહેલા શનાળા ખાતે ફોલ્ટ સેન્ટરમા કંમ્પ્લેઇન કરતા પ્રશ્ન હલ થતો હતો.જો કે, હવે રાજકોટ ફરિયાદ નોંધાઇ છે જ્યાંથી શનાળા જાણ કરવામાં આવે છે જે બાદ સ્થાનિક પીજીવીસીએલ દ્વારા ફરિયાદ ઉકેલવામાં આવે છે. જો કે, બુધવારે રાત્રે ત્રણ કલાક કરતા વધુ સમય વીતવા છતાં ફરિયાદ નહિ સોલ્વ થતા લોકોને કિંમતી વીજ ઉપકરણો બળી જવાની ચિંતા સતાવી રહી છે.