સુરજબારી પુલ પાસે દેવસોલ્ટ નજીક બનેલી ઘટનામાં ચારને ઇજામોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર સુરજબારી પુલ નજીક દેવસોલ્ટ સામે ગત તા.18ના રોજ વહેલી સવારે બોલેરો ગાડી ટ્રકના ઠાઠામાં ઘુસી જતા બોલેરો ચાલક સહિત ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી અને એક હિન્દીભાષી વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.18ના રોજ મોરબી - કચ્છ હાઇવે પર જીજે - 36 - ટી - 3288 નંબરની બોલેરો ગાડીના ચાલક સુનિલ અજિતભાઈ હળવદીયા ટ્રકની સાઈડ કાપવા જતા બોલેરો ગાડી આગળ જતા ટ્રકના ઠાઠામાં ઘુસી ગઇ હતી.આ અકસ્માતમાં બોલેરોમાં બેઠેલા આરોપી બોલેરો ચાલક સુનિલ હળવદીયા, કરણ મથુભાઈ હળવદીયા, ઘનશ્યામભાઈ ભગાભાઇ હળવદીયા અને આકાશ નામના વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ના નામના હિન્દીભાષી યુવકનું આ ઘટનામાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે મોરબી મહેન્દ્રનગરમાં રહેતા કરણ મથુભાઈ હળવદીયાની ફરિયાદના આધારે બોલેરો ચાલક સુનિલ હળવદિયા વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.