મોરબી: રક્તદાનને મહાદાન ગણાવતા મોરબીના પ્રેમસ્વામી પ્રેરિત સંસ્કાર બ્લડ સેન્ટર દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે વ્યક્તિ પોતાના જીવનના ખાસ દિવસો કે સામાજિક પ્રસંગોની ઉજવણી રક્તદાન કેમ્પના આયોજન દ્વારા કરી માનવતાના કાર્યમાં સહભાગી બની.લોકોને તેમના જન્મદિવસ, પુણ્યતિથિ, બેસણું, સ્નેહમિલન, ઉદ્ઘાટન પ્રસંગ, પાટોત્સવ, મંદિરની પ્રતિષ્ઠા, કથા, શૈક્ષણિક સંસ્થાનો વાર્ષિકોત્સવ, એનિવર્સરી કે ગામના સમૂહ ભોજન જેવા વિવિધ પ્રસંગોએ રક્તદાન કેમ્પ યોજીને અથવા અન્ય કોઈને પ્રેરણા આપીને કોઈના અમૂલ્ય જીવનને બચાવવા માટે યશભાગી બની શકાય છે.માનવતાના આ ઉમદા કાર્યમાં જોડાવા અથવા રક્તદાન કેમ્પના આયોજન માટે સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબી કોન્ટેક નંબર: 97277 22763 પર સંપર્ક કરવા જણાવાયું છે.