મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ગાર્ડનોને સૌંદર્ય સભર બનાવવાના હેતુથી વિવિધ વિકાસ કાર્યો અને નવા ગાર્ડન બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં જુના ગાર્ડનોમાં સુધારણા કરવાના હેતુથી વૃક્ષારોપણ, સફાઈ, વોક-વે સહિતના કાર્યો ગાર્ડન શાખાના નાયબ ઈજનેરની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યા છે.મોરબી શહેરને વધુ હરિયાળુ અને સૌંદર્યસભર બનાવવાના હેતુસર ગાર્ડન શાખા અંતર્ગત વિવિધ વિકાસકાર્યો હાથ ધરાયા છે. ગાર્ડનોમાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે નિયમિત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઝાડી-ઝાંખારા અને વનસ્પતિનું કટીંગ કરવામાં આવે છે. શહેરના મુખ્ય બાગો સૂરજબાગ, કેસરબાગ અને શંકર આશ્રમની વિકાસ કામગીરી પ્રગતિ હેઠળ છે. જુના ગાર્ડનમાં નવીનીકરણ અને સૌંદર્ય લક્ષી સુધારા ગાર્ડન શાખા દ્વારા કરાઇ રહ્યા છે. ગાર્ડનમાં હરિયાળી જળવાઈ રહે તે માટે નવા વૃક્ષોનું વાવેતર કરી રહ્યું છે. વિવિધ બાગોમાં લોન વિકાસ માટેની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે અનુસંધાને શહેરના મુખ્ય બાગોમાં શંકર આશ્રમ, કેસરબાગ, સુરજબાગ ખાતે ચાલી રહેલી વિકાસ કામગીરીનું પ્રથમ ચરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.