મોરબી : મોરબીના વતની મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીના પતિ અરવિંદભાઈનું અવસાન થતાં તેમણે એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સનો વીમો લીધેલ હતો પરંતુ ઇન્સ્યોરન્સ કંપનીએ રેપ્યુડેશન લેટરથી વીમો આપવાની ના પાડતા મંજુલાબેને મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ અદાલતમાં ચાલી જતા કોર્ટે મંજુલાબેનને પાંચ લાખ રૂપિયા 6% ના વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે.વીમા કંપનીએ એવું જણાવ્યું હતું કે, અરવિંદભાઈને હર્નિયા હતું તેથી વીમો મળે નહીં, તેમણે રોગ છુપાવ્યો હોય વીમો આપી શકાય નહીં. પરંતુ ડોક્ટરના સર્ટી મુજબ લીવરની બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું હોય વીમા કંપની રેપ્યુડેશન લેટરનો આશરો લઈ શકે નહીં તેમ કોર્ટે જણાવ્યું હતું અને એચડીએફસી ઇન્સ્યોરન્સ કંપનીને ફટકાર લગાવીને ગ્રાહક મંજુલાબેનને પાંચ લાખ પૂરા તારીખ 27-2-2025 થી 6% વ્યાજ સાથે અને 5 હજાર ખર્ચના ચૂકવવા આદેશ કર્યો છે.