મોરબી: મોરબી શહેરના પંચાસર રોડ વિસ્તારમાં સનાતન સંસ્કૃતિના જતન અને સામાજિક જાગૃતિના ઉદ્દેશ્ય સાથે હિન્દુ સંમેલન સમિતિ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 31 જાન્યુઆરી, 2026 ને શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે પંચાસર રોડ પર આવેલ સત્યમ હોલની પાસે આ કાર્યક્રમ યોજાશે.આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં નવી ઉર્જાનો સંચાર કરવો અને 'એક બનો, નેક બનો' ના મંત્રને સાર્થક કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ અને કલાકૃતિઓ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં વિશેષ આશીર્વચન પાઠવવા માટે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત ખાસ ઉપસ્થિત રહેશે. હિન્દુ સંમેલન સમિતિના આયોજકોએ તમામ સમાજજનોને સહપરિવાર સાથે પધારવા હૃદયપૂર્વક નિમંત્રણ પાઠવ્યું છે.