ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની પી. એમ. સજનપર પ્રાથમિક શાળા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ, એટલે કે 25 જાન્યુઆરી 2026ના રોજ, 'સંસ્કૃતિ - એક ભવ્ય વારસો' વાર્ષિકોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિના રંગે રંગાઈને વિવિધ કલાત્મક કૃતિઓ રજૂ કરી ગ્રામજનો અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા હનુમાન ચાલીસા, ગરબો, રાજસ્થાની નૃત્ય, લેઝીમ ડાન્સ અને ‘દ્વારિકાનો નાથ’ રાસ જેવી આકર્ષક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે માં સરસ્વતી વંદના, માતૃ વંદના અને કોમિક નાટકે પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. વિશેષ નોંધનીય બાબત એ હતી કે, વિદ્યાર્થીઓએ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત એમ ચાર ભાષાઓમાં દેશભક્તિ પર પ્રભાવશાળી વક્તવ્યો રજૂ કરી પોતાની બૌદ્ધિક ક્ષમતાનો પરિચય આપ્યો હતો.આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, ટંકારા તાલુકા ભાજપ મંત્રી નિકુલભાઈ જાની, જિલ્લા ટીચર્સ કો-ઓ. પ્રવીણભાઈ ભોરણીયા, તાલુકા પ્રા. શી. જોડિયા દિનેશભાઈ ગરચર, જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, મહામંત્રી મુકેશભાઈ મારવાડી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ સંદીપભાઈ આદ્રોજા, મોરબી તાલુકા કેળવણી નિરીક્ષક નીલેશભાઈ કૈલા, ટંકારા તાલુકા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ રસીકભાઈ ભાગ્યા અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ ના માઈક્રો કેબિનેટ મેમ્બર તુષારભાઈ દફ્તરી, પીજી પટેલ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતના અનેક રાજકીય અને શૈક્ષણિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના ઉદાર દાતાઓ તેમજ શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માનપત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. સજનપર ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ સીણોજીયાએ શાળાની આ પ્રવૃત્તિને બિરદાવી સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.