મોરબી: મોરબી જિલ્લામાં યુવા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી કાર્યયોજનાઓ ઘડવા માટે આવતીકાલે 30 જાન્યુઆરી 2025, શુક્રવારના રોજ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 'વિચાર, સંકલ્પ અને શક્તિ'ના નારા સાથે યોજાનારી આ બેઠક સવારે 11:00 કલાકે સુપર માર્કેટની બાજુમાં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાશે.આ મિટિંગમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ જે. વાનોલ તથા પ્રભારી નિખિલ દ્રિવેદી ખાસ ઉપસ્થિત રહી યુવા કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોની ભૂમિકા સ્પષ્ટ કરવી અને સંગઠનને પાયાના સ્તરેથી વેગ આપવાનો છે.મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આયોજિત આ બેઠકમાં જિલ્લા, શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો, તમામ ફ્રન્ટલ સેલના પ્રમુખો તેમજ યુથ કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓ હાજર રહેશે. આ ઉપરાંત વિધાનસભા અને તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરોને આ શક્તિ પ્રદર્શન અને આયોજનલક્ષી બેઠકમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.