ગુનાનું પ્રમાણ, ડિટેક્શન, પ્રિવેન્શન, બંદોબસ્ત તેમજ પોલીસ સ્ટેશન અને ચોકીઓની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરાઈ મોરબી: રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવના માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે તારીખ 29/01/2026 ને ગુરુવારના રોજ વાર્ષિક 'ઇન્સ્પેક્શન પરેડ'નું એક ઉત્સવના સ્વરૂપે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ, આ નિરીક્ષણ દરમિયાન ગુનાનું પ્રમાણ, ડિટેક્શન, પ્રિવેન્શન, બંદોબસ્ત તેમજ પોલીસ સ્ટેશન અને ચોકીઓની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.આજ રોજ વહેલી સવારથી જ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સેરેમોનિયલ પરેડ, તમામ અધિકારીઓની સ્કોડ ડ્રીલ અને પીટી પરેડ જેવી વિવિધ ઇવેન્ટ્સ યોજાઈ હતી. નિરીક્ષણ બાદ આઈજીપી તમામ પોલીસ અધિકારીઓ સાથે બપોરનું ભોજન લેશે. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓની ખૂબીઓ અને ખામીઓ પર ધ્યાન આપી, તેમની પ્રશંસા કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.પોલીસ વિભાગ અને સામાન્ય જનતા વચ્ચેના સેતુ સમાન 'લોક દરબાર'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કર્મચારીઓ અને નાગરિકોએ પોતાની રજૂઆતો આઈજીપી સમક્ષ કરી હતી. વેલફેર પ્રવૃત્તિઓ અંતર્ગત રેન્જ આઈજીપીના માર્ગદર્શન હેઠળ અહીં આશરે 80,000 જેટલા વૃક્ષોનું વાવેતર, ક્રિકેટ મેદાનનું નિર્માણ અને બ્લોકનું નામકરણ જેવા પ્રશંસનીય કાર્યો કરવામાં આવ્યા છે. કાર્યક્રમના અંતે નિવૃત્ત અધિકારીઓ સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પણ પૂછવામાં આવ્યા હતા.