રહેણાંક મકાનમાં ચાલુ ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી, 1.33 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયોહળવદ : હળવદ શહેરના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક આરોપીને ઝડપી લઈ બનાવ સ્થળેથી બિયરના 25 ટીન તેમજ ઠંડો - ગરમ આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 1,33,700ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લઈ અન્ય એક મહિલા સહિત બે આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે ગતરાત્રીના બાતમીને આધારે ભવાનીનગર વિસ્તારમાં આરોપી માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઈ રાતોજાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ હતી.બનાવ સ્થળે આરોપી સુનિલ દિલીપભાઈ રાબડીયા રહે.ખેરાડી તા.વઢવાણ વાળો દારૂ બનાવતો હોય પોલીસે 300 લીટર ગરમ આથો, 1800 લીટર ઠંડો આથો, 350 લીટર દેશી દારૂ, બિયરના 25 ટીન, ભઠ્ઠીના સાધનોમાં બકડીયા, મોટાગેસના ચૂલા તેમજ રાંધણ ગેસના બાટલા સહિત કુલ રૂપિયા 1,33,700નો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી માનસિંગ ઉર્ફે હદીયો વીહાભાઈ રાતોજા અને આરોપી ઊર્મિલા માનસિંગ ઉર્ફે હદીયો રાતોજા હાજર નહિ મળી આવતા બન્નેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.