મોરબી: (મોરબી અપડેટ) મોરબી શહેરને ટ્રાફિકમુક્ત કરવા અને રસ્તાઓ ખુલ્લા કરવાના આશય સાથે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર દબાણ હટાવવાની મેગા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાન વેપારીઓનો સામાન જપ્ત કરાતા મામલો ગરમાયો હતો અને વેપારીઓએ આક્રમક વિરોધ નોંધાવતા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.કયા વિસ્તારોમાં ચાલી ઝૂંબેશ?મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે સવારથી જ શહેરના વ્યસ્ત ગણાતા એવા ગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન રોડ, સુભાષ રોડ અને તખ્તસિંહજી રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા પર નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાલિકાના કાફલાએ જેસીબી અને ટ્રેક્ટરો સાથે રાખીને વેપારીઓએ દુકાન બહાર રસ્તા પર રાખેલા સામાન, કેબિન, લારી-ગલ્લા અને અન્ય સામાન હટાવવાની તજવીજ હાથ ધરી હતી.સામાન જપ્ત કરાતા વેપારીઓમાં રોષદબાણ હટાવવાની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વેપારીઓનો સામાન જપ્ત કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા પૂર્વ સૂચના આપ્યા વગર અથવા પૂરતો સમય આપ્યા વગર સીધી જ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે.તખ્તસિંહજી રોડ પર ચક્કાજામ અને બંધમહાનગર પાલિકાની આ કાર્યવાહીના વિરોધમાં તખ્તસિંહજી રોડના વેપારીઓએ એકજૂથ થઈને પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા. આટલું જ નહીં, રોષે ભરાયેલા વેપારીઓએ રસ્તા પર ઉતરી આવી 'ચક્કાજામ' કર્યો હતો. ચક્કાજામના કારણે ટ્રાફિકજામવેપારીઓના વિરોધ પ્રદર્શનને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો પણ કલાકો સુધી અટવાયા હતા.તંત્ર સામે સવાલોવેપારીઓનું કહેવું છે કે, 'અમે નિયમોનું પાલન કરવા તૈયાર છીએ, પરંતુ સામાન જપ્ત કરીને આજીવિકા પર ફટકો મારવો તે યોગ્ય નથી.' બીજી તરફ, પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના મુખ્ય રસ્તાઓ પર સતત થતા ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ કામગીરી અનિવાર્ય હતી.#Morbi #MorbiUpdate #AntiEncroachmentDrive #TrafficJam #MorbiNews #GujaratNews